વેબસાઈટ વિશે!
નમસ્કાર મિત્રો,
વાવ શહેરની આ વેબસાઈટ મારું વાવ.કોમ માં આપનું હાર્દિક સ્વાગત છે!
આમ તો આ વેબસાઈટ એક વર્ષ પહેલા બનાવેલી જેમાં વાવ શહેરના ડોક્ટર્સ , પલમ્બર, ગેરેજ, રિક્ષા, જીપ, ટેક્ષી છકડો વગેરેના મોબાઈલ નંબર ફિલ્ડ વર્કથી મેળવી બનાવેલ પણ કામ આગળ થયું નહીં એટલે પબ્લિકમાં જાહેર નહોતી કરી!
પરંતુ અત્યારે કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન છે અને સોશિયલ ડિસ્ટનસિંગ ખુબ મહત્વનું બન્યું છે, ત્યારે લોકોની જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ઘરે બેઠાં મળી રહે એ ઉદેશ્યથી આ વેબસાઈટ જાહેરમાં મૂકી છે.
અત્યારે લોકડાઉન છાલે છે ત્યારે સરકારે જે ચીજ વસ્તુઓ તેમજ સેવાઓને પરવાનગી આપેલા છે એ તમામ સેવાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ જેમની પાસે માન્ય પાસ છે એવાના મોબાઈલ નંબર ઉપલબ્ધ કરાવવાનો નમ્ર પ્રયાસ કરેલ છે!
તમેં ઉક્ત જણાવેલ સેવા સાથે સંકળાયેલ છો અને ઈચ્છો છો કે તમારો પણ એમાં સમાવેશ થાય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આપેલ ફોર્મમાં જરૂરી વિગતો ભરી સબમિટ કરવું। જેની માહિતી વેરીફાઈ કરી આવતા 24 કલાકમાં વેબસાઈટ/એપ્લિકેશન પર લાઈવ કરી દઈશું તમારા મંતવ્યો નીચે કોમેન્ટમાં જણાવી શકશો!
તમારી માહિતી વેબસાઈટ પર મુકવા ક્લિક કરો
admin
વેબસાઈટ વિશે!
Reviewed by Vavechi
on
April 11, 2020
Rating:

No comments: